Diamond Pose વજ્રાસન

વજ્રાસન

આ આસનમાં બેસનાર વ્યક્તિ દ્ર્ઢ અને મજબુત બને છે. આ આસનની સ્થિતિમાં સહેલાઈથી હલી શકાતું નથી તેથી જ આને વજ્રાસન કહેવામાં આવે છે યોગીઓ સામાન્ય રીતે આ આસનમાં બેસે છે.
+આ એક્માત્ર આસન છે જે ભોજન કર્યા બાદ તરત કરવાથી ભોજનનું સારી રીતે પાચન થઈ જાય છે.
પધ્ધતિ
૧ બંને પગનાં તળિયાંને ગુદાની બંને બાજુ એવી રીતે મુકો કે જેથી બંને જાંઘો પગ ઉપર અને તળિયાં ઉપર આવે


૨ ઘૂટીથી ઘૂંટણ સુધીનો પગનો ભાગ જમીનને અડકવો જોઇએ
૩ આખા શરીર નો ભાર ઘૂટંણ અને ઘૂટી ઉપર રાખો
૪ આ આસનના અભ્યાસ દરમિયાન શ્ર્વાસોચ્છ્ર્વાસ ચાલુ રાખો.
૫ બંને હાથ સીધા કરીને ઘૂંટણ ઉપર રાખો.
૬ શરીરગરદન અને માથુ એક સીધી લીટીમાં રાખીને ટટ્ટાર બેસો. આ એક અત્યંત સામાન્ય આસન છે. આ આસનમાં ખુબ લાંબા સમય સુધી આરામથી બેશી શકાય છે.
ફાયદા


૧  આ આસનથી પાચકરસો સારી રીતે ઉત્પન્ન થાય છે. હોજરી સારુ કાર્ય કરે છે.અને ગેસ નો રોગ મટી જાય છે.
૨  આ આસન સતત કરવાથી ઘૂંટણ,પગ,પંજા અને જાંઘમાં થતો દુખાવો મટે છે.
૩  ગુદાદ્રાથી ત્રીસેક સેમી ઉપર આવેલુ ૭૨૦૦૦ નાળીઓનુ કેન્દરુપ કંદસ્થાન વજ્જાસન કરવાથી પ્રભાવિત થાય છે અને તે સ્થાન સશક્ત થાય છે.શ્ર્વેતકણોની સંખ્યામાં વ્રુધ્ધિ થતાં સ્વાસ્થ્ય વધુ સારુ થાય છે. આ આસન નિયમિતપણે કરનાર વ્યક્તિ તાવથી,કબજિયાતથી,મંદાગ્નિથી કે અજીર્ણ વગેરે નાનામોટા કોઇ પણ રોગથી પીડાતી નથી.

Tag : yoga
Back To Top